નદી
નદી


નદી જેમ વહેવું ને વહેતા પ્રવાહની સાથે રહેવું
થવાનું ધાર્યું એનું જ, મનને દુઃખી કેમ કરવું?
ક્ષણની પણ ખબર નથી, તો ભવિષ્ય શુંજોવું
આજ ને અવગણીને કાલ માં કેમ જીવવું?
દૈવત્વ પણ વિધાતાને ક્યાં રોકી શક્યું?
ખુદ રામ, ન ખાળી શક્યા સીતાનું હરણ થવું,
આજ માં રહેવું ને, ઝઝૂમી ને પણ ઝૂમવું
નિપુર્ણ ને ક્યાં અહીં કાયમ માટે છે વસવું?