STORYMIRROR

Megha p

Drama

3  

Megha p

Drama

નારી

નારી

1 min
469

જેના વગર ના રહેવાય

મને હતું કે તેને શ્વાસ કહેવાય

પણ આજે ખબર પડી કે...

તેને પત્નિ કહેવાય,


જેને મણનો ભાર આપી હળવું થઈ જવાય

મને હતું કે તેને ઈશ્વર કહેવાય

પણ આજે ખબર પડી કે..

તેને માં કહેવાય,


આપણા સાદનો જ્યારે પ્રતિસાદ મળે

મને હતું કે તેને પડઘો કહેવાય

પણ આજે ખબર પડી કે...

તેને બહેન કહેવાય,


ફક્ત એક કોલ કરીએ ને આવી જાય

મને હતું કે તેને 108 કહેવાય

પણ આજે ખબર પડી કે..

તેને દીકરી કહેવાય.


Rate this content
Log in

Similar gujarati poem from Drama