સ્ત્રી
સ્ત્રી
ખરેખર, સ્ત્રી કેટલી જલદી
ખુશ થઈ જાય છે
બે મીઠા શબ્દ બોલીને પતિ કહી દે
વાહ આજે તું કેટલી સરસ દેખાય છે
ત્યારે સ્ત્રીનું દિલ ખુશીથી ઝૂમી ઉઠે છે
જો સાસુ-સસરા કહે કે
વાહ અમારી વહુ જેવું કોઈ નહીં
તો એ દિવસથી માબાપને ભૂલવા લાગે છે
સ્ત્રીની લાગણી જલદી પીગળી જાય છે
બાળકો કહે,
'વાહ મમ્મી ! તું અમને કેટલાં સમજે છે
અમને ભાવતું રોજ પીરસે છે'
તો ડબલ ઉત્સાહથી એ કામે લાગી જાય છે,
સ્ત્રી તો બે મીઠા બોલની ભૂખી હોય છે
એ સતત પોતાના સન્માનને શોધે છે
ક્યારેક પતિની આંખોમાં,
ક્યારેક બાળકોની વાતોમાં,
સબંધોના મેળામાં-
સ્ત્રી પરિવારનો ભાર વહેતી રહે છે
બસ લાગણીના બે શબ્દોની એને ભૂખ છે,
હસતા ચહેરામાં એ ખુદને સમાવીને રાખે છે
પોતાને મિટાવી દે પણ પરિવારને સાચવે
જિંદગી પેદા કરવા પોતાને દાવ ઉપર લગાવી દે,
કાશ કોઈ એને સમજે,પ્યારથી એને સાચવે
