ઝરણું
ઝરણું
1 min
223
રસ્તાની પેલે પાર એક ઝરણું જોયુ'તુ,
ખલખલ કરતુ એક ઝરણું જોયુ'તુ,
એની મસ્તીમાં રમતું એક ઝરણું જોયુ'તુ,
કુદરતનું અદભુત સર્જન એ હતું,
પ્રકૃતિની ગોદમાં રમતું એ ઝરણું જોયુ'તુ,
મનનાં ઉદ્નવેગો શાંત કરતું એ ઝરણું જોયુ'તુ,
દિલમાં નવી આશાઓ જગાડતું એક ઝરણું જોયુ'તુ,
નિસ્વાર્થ ભાવે વહેતું એક ઝરણું જોયુ'તુ.
