STORYMIRROR

Megha p

Comedy

2  

Megha p

Comedy

હાસ્ય વ્યંગ

હાસ્ય વ્યંગ

1 min
132

સાયકલ ચલાવવી એ અર્થવ્યવસ્થા માટે હાનિકારક છે.

આ વાત હાસ્યસ્પસ્પદ લાગે છે, 

પણ સત્ય છે.


એક સાયકલ ચલાવનાર વ્યક્તિ દેશ માટે મોટી મુસીબત છે.

કારણકે તે કાર નથી ખરીદતો.

લોન નથી લેતો.


કારનો વિમો નથી કરાવતો.

પેટ્રોલ-ડિઝલ નથી ખરીદતો.


એ કારની સર્વિસ નથી કરાવતો.

અને કારના સ્પેરપાર્ટસ નથી ખરીદતો.


એ પૈસા આપી ગાડી પાર્કિંગ નથી કરતો.

એ ડ્રાઈવરને રોજગાર નથી આપતો.


એ મોટા પેટનો નથી થતો.

એ બિમાર પડતો નથી.


જી હા...! 

એ સાચું છે કે અર્થવ્યવસ્થા માટે સ્વસ્થ વ્યક્તિ ઠીક નથી. 


એ દવાખાનામાં ડોક્ટર પાસે નથી જતો,

એ દવાઓ નથી ખરીદતો, 


એ રાષ્ટ્રની જીડીપી માટે કોઈ યોગદાન નથી કરતો,

તેનાથી ઉલટું...! 


એક ફાસ્ટ ફૂડની દુકાન 30 નોકરી ઊભી કરે છે.


10 હૃદયનાં ડોક્ટર.

10 દાંતનાં ડોક્ટર.


10 વજન ઘટાડવાનાં ડોક્ટર,  

જિમ, અને તેને લગતી દવાઓનું વેચાણ વધારે છે.


પ્રમાણિકતાભરી બુદ્ધિથી વિચારો અને પસંદ કરો, દેશની અર્થવ્યવસ્થા માટે કોણ ફાયદાકારક...! 


સાયકલ ચાલક 

કે પછી કાર ચાલક.


નોંધ : પગે ચાલનારો તો આનાથી પણ ખતરનાક છે. 

કેમકે...

એતો સાયકલ પણ નથી ખરીદતો.


Rate this content
Log in

Similar gujarati poem from Comedy