STORYMIRROR

Megha p

Others

3  

Megha p

Others

પપ્પાનું ઘર

પપ્પાનું ઘર

1 min
204

દરેક પરિણીતાના હાંશનું સરનામું છે પપ્પાનું ઘર,

થોડા દિવસ સવારે પાંચની જગ્યાએ આઠ વાગે આરામથી ઊઠવાની સગવડ છે પપ્પાનું ઘર,


કોને કેવું લાગશે ? એ વિચાર્યા વગર મનમાં આવે તે બોલી જવાની છૂટ છે પપ્પાનું ઘર,

દરેકની ડિમાન્ડ પૂરી કરનાર માંટે બિન્દાસ ડિમાન્ડ કરવાની સવલત છે પપ્પાનું ઘર,


બાળકોના વેકેશનનું તો બહાનું પણ આખરતો પોતાનું બાળપણ ફરી જીવવાનું નિમિત્ત છે પપ્પાનું ઘર,

કેટલાય સંધરેલા સ્વપનાઓને ફરી એક વાર માણવાનો અવસર છે પપ્પાનું ઘર, 


હૃદયમાં ઊઠેલા અને કોઈને ન પૂછેલા પ્રશ્નોનો જવાબ છે પપ્પાનું ઘર,

છોડ્યા પછી પણ કયારેય પારકું ન થઈ શકેલું પોતાનું વ્હાલું વતન છે પપ્પાનું ઘર,


આખરે તો મમ્મીની માનીતી પપ્પાની પ્રિન્સેસ તરીકે ફરી એકવાર જીવવાનું ઠેકાણું છે પપ્પાનું ઘર.


Rate this content
Log in