નારી તું ના હારી
નારી તું ના હારી
જનની પણ હું, જીવન પણ હું,
લાગણીઓને પરોવતી સદા હું,
શક્તિ પણ હું, સાકાર ઓન હું
કદી ના હારતી નારી હું..!
સંબંધોને નિભાવતી ઝૂકતા રહી,
જીવંત રહી સદા સ્વાભિમાન થકી,
નાહિંમત બની કદી વિખરાઈ નહીં,
કદી ના હારતી નારી હું..!
સદીઓથી લાચાર બની જીવંત રહી,
શિક્ષણક્ષેત્રે આગળ વધતી નારી,
સર્વભૂમિકા ભજવતી આ નારી,
કદી ના હારતી નારી હું..!
