નારી જગમાં મહાન છે તું
નારી જગમાં મહાન છે તું
ઘર ઘરની મહારાણી છે તું
રસોડાની રાણી છે તું
ઘરની જવાબદારી છે તું
નારી જગમાં મહાન છે તું...!
મમતાની સરવાણી છે તું
વ્હાલની સતત વહેતી નદી છે તું
મીઠપ કેરી કેડી છે તું
નારી જગમાં મહાન છે તું...!
પરિવારની જવાબદારી છે તું
સંસ્કારની અભિવૃદ્ધિ છે તું
ઘરઘરની નવી ઓળખાણ છે તું
નારી જગમાં મહાન છે તું...!
સહનશીલતાની પરાકાષ્ઠા છે તું
ફૂલની કોમળ સુવાસ છે તું
પ્રેમનો અનરાધાર વરસાદ છે તું
નારી જગમાં મહાન છે તું...!
