નારાયણી
નારાયણી

1 min

11.7K
સ્ત્રી તું નારાયણી....
કોઈ વીણી લવ છે
કાંટાઓ મારા માટે.....
હું એને ફૂલ બનાવી દઉં છું....
કોઈ મારે છે મહેણાં ના ઘા મને
હસતા મુખે હું એને ઝીલી લઉ છું...
કોઈ રમી જાય છે રમત
હૃદયની લાગણીઓ સાથે....
હું શીખ મેળવીને વધુ સબળ બનું છું....
ઘેરી વળે છે ખરાબ નજર જ્યારે મારી કાયા ને....
નજર ઉઠાવી એની સામે,
ઘૃણા ને અગ્નિથી એને ભસ્મ કરી દઉં છું....
દુઃખના કાળા વાદળો ને દૂર કરૂ છું...
હું એક પ્રખર શકિત નું કિરણ છું.....
હવે હું અબળા નારી નથી...
કે નથી સામાન્ય સ્ત્રી છું....
હું “શકિત” છું....હું ‘નારાયણી' છું.