STORYMIRROR

Dhanjibhai gadhiya "murali"

Romance

4  

Dhanjibhai gadhiya "murali"

Romance

નારાજગી

નારાજગી

1 min
366

મધુર ટહૂંકો તારો સાંભળીને મારી, 

ભર નિંદ્રામાંથી આંખ ઉઘડી હતી, 

તુજને મુજ સમીપ જોઈને મારા, 

દિલમાં ખુશીની લહેર દોડી હતી. 


ઘણાં લાંબા સમયથી વાલમ તુ,

નારાજ થઈ પિયર ચાલી ગઈ હતી, 

સંદેશા મોકલીને થાક્યો હતો હું,

પણ તે દરકાર કદી કરી જ ન હતી. 


નજીવી તકરારનું દુઃખ લગાડીને,

તુ મુજને કેમ છોડી ગઈ હતી? 

તને મનાવવા કોશિશ કરી હતી મે, 

પણ તુ વાત મારી સમજી ન હતી. 


તારા ચાલ્યા ગયા બાદ તે કદી મારી, 

હાલતની ચિંતા શા માટે કરી ન હતી, 

મારા વિના કેમ ગમશે તુજને વાલમ,

ચિંતા મુજને તારી સતાવતી હતી. 


તુ પરત આવી તેનો આનંદ છે મુજને,

દિલથી હરપળ મે યાદ કરી હતી,

તારી છબી મારા દિલમાં હતી વ્હાલી,

કાયમ તેની મે આરાધના કરી હતી.


જ્યારથી તુ મુજને છોડી ગઈ વાલમ,

વિરહની વેદના સહન થતી ન હતી,

તારા પ્રેમમાં તડપતો હતો "મુરલી", 

રાત મારી વેરણ બની ગઈ હતી.


Rate this content
Log in

Similar gujarati poem from Romance