STORYMIRROR

Patel Padmaxi

Inspirational

3  

Patel Padmaxi

Inspirational

નાર

નાર

1 min
966


નાર હા ! હું નાર છું,

લાગણીઓથી વહેતી ધાર છું.


જનેતા, ભગિની, સખી,

સહધર્મચારિણી ભર્યો સંસાર છું.


જગની જંગમાં યોધ્ધા

સંબંધની લડાઈની સ્વીકારેલ હાર છું.


જોડી રાખું કુટુંબ માળા

એક છતાંય અકબંધ પરિવાર છું.


પ્રગતિની હું કેડી સદાય

ઉન્નતિ તણી વિજયી પગથાર છું.


આમ તો માત્ર એક અંશ

પણ જિંદગીની વાર્તાનો સાર છું.


સૃષ્ટિની ઉત્પત્તિ વખતે

ઈશને આવેલો ઉત્તમ વિચાર છું.



Rate this content
Log in

Similar gujarati poem from Inspirational