STORYMIRROR

Smita Dhruv

Drama

4  

Smita Dhruv

Drama

નાનું શું ઝરણું !

નાનું શું ઝરણું !

1 min
480

છાનું શું ઝરણું, કહેશો નહિ કોઈને,

વહે છે મારા ઘરમાં, નાનું શું ઝરણું !


સવાર પડે ને થાય તાજું-માજું,

કરે આનંદિત તેવું, નાનું શું ઝરણું !


બપોરે ને સાંજે, અવિરત વહ્યા કરે,

કામે લગાડે, આ નાનું શું ઝરણું !


રંગ ઝાઝા નથી, તોયે છે રંગીન,

તાજગીથી ભરપૂર છે આ ઝરણું !


આઠથી દસ પ્યાલી, પીતાં થાકો નહિ,

અમૃત સમું ઘરનું "ચ્હા" છે ઝરણું !


Rate this content
Log in

Similar gujarati poem from Drama