STORYMIRROR

Ramesh Patel (Aakashdeep)

Inspirational

3  

Ramesh Patel (Aakashdeep)

Inspirational

નાનું પાંદડું

નાનું પાંદડું

1 min
215

નાનું પાંદડું.

નાનું અમથું પાંદડું બોલ્યું

સાંભળો મારી વાત

એકબીજાના શ્વાસની દોરી

દીધી એ પ્રભુએ હાથ

 

રાખો મને તાજું માજું તો

રાખું તમારી સંભાળ

આંખ તમારી એવી ઠારું

શાતા   રમે  સંગાથ

મુજને ધરો જળનો લોટો

અર્પુ  તમને ફૂલથાળ

પ્રભુ ચરણે શીશ નમાવી

આરંભો  સૌ   કામ

ષટરસે ઝબોળે ધરણી મને

ઔષધે  છલકે   જામ

સૌને રાખું   રમતા  ભમતા

હૈયે    એવી    આશ

પુષ્પની ભાષા ભાવે શીખવું

દઈ   સુગંધી   સાથ

વિનયથી વહી સ્નેહ સરકાવી

શીખવું  જીવન  વહાલ


અમૃત   રસ   ઉરે   ઉભરાવી

દઈશું  ફળ  રે  મીઠાં

તમારે આંગણે ખીલશે કિલ્લોલ

કરશું   એવા  વાદા

નાનું અમથું પાંદડું બોલ્યું

સાંભળો મારી વાત..(૨)

રમેશ પટેલ(આકાશદીપ)


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational