નાની નાની વાતોનું પ્રદાન
નાની નાની વાતોનું પ્રદાન
નાની નાની વાતોનું પ્રદુષણ અટકાવવામાં પ્રદાન છે,
નાની લાગતી વાતોનું પણ પર્યાવરણ સુધારવામાં યોગદાન છે,
પાણીનો બગાળ અટકાવી, પાણીના ઉપયોગમાં રહેવાનું સભાન છે,
ઊર્જા પેદા કરવામાં સૌર ઊર્જાને આપવાનું સ્થાન છે,
પ્લાસ્ટીકનાં ઓછામાં ઓછા ઉપયોગ માટે છેડવાનું અભિયાન છે,
વૃક્ષોની વાવણી કરીને એના સંવર્ધનમાં રહેવાનું શક્તિમાન છે,
પેટ્રોલથી ચાલતા વાહનોનાં ઉપયોગમાં રાખવાનું પ્રમાણભાન છે,
જ્યાં પ્રિન્ટ વગર ચાલી શકે એમ હોય, ત્યાં કરવાનું સમાધાન છે,
પર્યાવરણને બનાવવાનું આપણું સ્વાભિમાન છે,
‘હું છું પ્રકૃતિ રક્ષક’ જેવા સુત્રોને કરી સાર્થક, આપવાનું સન્માન છે.