STORYMIRROR

Deepa rajpara

Inspirational Others

3  

Deepa rajpara

Inspirational Others

નાનેરું બીજ

નાનેરું બીજ

1 min
130

શક્યતાઓનો અસીમ ખજાનો એક નાનેરા બીજમાં,

છૂપ્યું આખું વિશાળ વન ઘનેરું એક નાનેરા બીજમાં !


પથ્થરો છાતી ફાડીને ઊગવાની હિંમત કરી છે કૂંપળે,

આભ આંબવાનો આત્મવિશ્વાસ એક નાનેરા બીજમાં !


સિંચાયું જો આજે હેતની હેલીએ એ કુમળું જીવન,

બાગ આખો મહેંકાવાની હામ છે એક નાનેરા બીજમાં !


જરૂરી છે આજને સંવારવી પામવા સોહામણું ભવિષ્ય,

મીઠા ફ્ળોનો મબલખ આસ્વાદ છે એક નાનેરા બીજમાં !


'દીપાવલી' કરી લે જતન પ્રેમે આજે એ બાળ તરુવરનું,

તારી સાત પેઢીઓને તારવાંની નેમ એક નાનેરા બીજમાં !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational