નાનેરો છોડ વટવૃક્ષ
નાનેરો છોડ વટવૃક્ષ
નાનેરો છોડ થતો વટવૃક્ષ, ડાળી ડાળી લાગે ફળ,
છે જીવંત રસો એમાં સૌ ખીલી ખીલી આખે જગ,
એમાંથી જ અસંખ્ય બીજે થાતાં ખેતો દળદારે,
જે વરસાવે નાણાં, કોઠારો છલકીને ય ભરે ઘર.
પરિશ્રમના ઘણ વાગે, ડુંડે ડુંડે દાણા વણઝારે,
જગને ભરતાં સૌતો મનભર માણી માણી ચાખે પણ.
તડકાં છાંયા દૂરે કરતાં, મીરાંત મળે ધનધારે,
શાંતી,હર્ષે તારે જીવન જાણી જાણી રાખે મન,
પર્યાવરણે થાતું તાજું, જનજીવન માંજી ચમકે,
વૈભવથી જગ રેલમછેલા,વારી વારી માણે જન !
