STORYMIRROR

ચૈતન્ય જોષી

Fantasy

4  

ચૈતન્ય જોષી

Fantasy

નામ સ્મરણમાં

નામ સ્મરણમાં

1 min
319

મને મળી જતું મનભાવન તમામ હરિનાં નામ સ્મરણમાં.

પછી ના રહેતી હૈયે કશીયે હામ હરિનાં નામ સ્મરણમાં.


હરિ મળે કે ના મળે નથી મને ફિકર જરા પણ એની ને,

મારું મન પામતું અદ્ભુત વિશ્રામ હરિનાં નામ સ્મરણમાં.


હરખહેલી આવે ઉરમાં કેવી મળવા ધનુર્ધારી રાઘવને,

વીતે મારા આઠેય પ્રહર આમ હરિનાં નામ સ્મરણમાં.


આનંદ અનુપમ અવર્ણીય અબ્ધવાસીનો આઠોયામ,

શ્વાસે શ્વાસે મારાં એને પ્રણામ હરિનાં નામ સ્મરણમાં.


રીઝે રઘુપતિ રાઘવ રસના રામરસમાં રહેતી રાજીને,

દુન્વયી અભિપ્રાયોનું શું હો કામ? હરિનાં નામ સ્મરણમાં.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy