STORYMIRROR

Rajeshri Thumar

Abstract

3  

Rajeshri Thumar

Abstract

નાજુક દિલ

નાજુક દિલ

1 min
237

નાજુક દિલ હતું એક જે બહુ ઉછળ્યું,

થયો અહેસાસ કે જીત્યું સ્વર્ગ ધરતી પર,

નાજુક દિલે આપ્યું મન મૂકીને સર્વસ્વ,

કર્યો પ્રેમ અપાર જેની ના કોઈ સીમા,


નાજુક દિલે મેળવ્યો પણ અઢળક પ્રેમ,

આવ્યો અચાનક એક મોડને થયું બધું વેરાન,

નાજુક દિલ સમજી બેઠું કે ભલે ને આવે મોડ,

મોડ પણ છે તો જિંદગીનો જ એક હિસ્સો,


નાજુક દિલ ને તો પણ તૂટતાં ન લાગી વાર,

વિખેરાઈને જાણે કોમામાં જ સરકી ગયું,

નાજુક દિલ સાથે સમયે પણ કરી ક્રૂર મજાક,

આજે લડાવ્યા ખુબ લાડ તો કાલે વનવાસ,


નાજુક દિલ મતલબી સંબંધોથી મર્યુ બે મોત,

સમજી ના શક્યું કે કોઈ જાકારો પણ દઈ જાય,

નાજુક દિલનું ઘવાયું સ્વાભિમાન જાણે,

છીનવાઈ ગયો બધો અધિકાર,


નાજુક દિલે મેળવ્યો અધિક પ્રેમ બંધબારણે,

પરંતુ, જાહેરમાં તેની સાથે કોઈ દિલ ખેલી ગયું.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract