ના થાક તું દોસ્ત.
ના થાક તું દોસ્ત.
આમ વારંવાર હારીને ના થાક તું દોસ્ત,
શ્રધ્ધા ખુદ પર અડગ કાયમ રાખ તું દોસ્ત,
ધીરજ ધરીને ગુજારી લે ખરાબ સમયને,
ફળ મીઠાં પછી ધીરજના ચાખ તું દોસ્ત,
કર્મ મુજબ ફળ મળે, ગીતાને સમજી લે જરા,
ભલેને કરી લે પછી કોશિશ લાખ તું દોસ્ત,
ખુદની દુર્દશાની વાત વળી કદી ન કરજે,
હિંમતથી સંકટ સઘળાં તારા ટાળ તું દોસ્ત,
દીન-દુ:ખિયાના આંસુ લુંછી શકે તો લુંછજે,
તારી આંખમાંથી આંસુ કદી ના ખાળ તું દોસ્ત.
