ના શકાય
ના શકાય
સલાહથી કોઈને સુધારી ના શકાય.
ઉપદેશથી કોઈ પલટાવી ના શકાય.
સલાહ દેવામાં આજે છે રાજી સૌ,
મન વિનાનું માળવે જઈ ના શકાય.
સમજે છે બધા તોયે ભૂલ કરે છે,
ઠોકર વિના ઠેકાણે લાવી ના શકાય.
હુકમની ભાષા નથી ફાવતી કોઈને,
સંગસંગ ચાલવા મનાવી ન શકાય.
સમય છે આખરે ઉકેલ સમસ્યાનો,
સત્તાના જોરે કોઈને નમાવી ન શકાય.
