STORYMIRROR

Nayana Charaniya

Inspirational

4  

Nayana Charaniya

Inspirational

ના પાડવાની હિંમત

ના પાડવાની હિંમત

1 min
224

કરી તો જો ક્યારેક ના પાડવાની હિંમત.

જરૂરી નથી હામાં હા પડવાની જ કિંમત.


કરી તો જો તારી ઇચ્છાઓની પણ રજૂઆત.

ક્યાં જરૂરી હંમેશા કરવી પૂરી બીજાની જ વાત. 


આ શરૂઆત નથી ગમવાની જાણે સૌ કોઈ અહીં

પણ શરૂઆત તો કરવી કોઈને કોઈને અહી.


વિચારી રહ્યો તું આજીવન આ જીવન બીજાને નામે.

થોડું પોતાના મનની વાત જાણી જીવી જો તારા નામે.


દરિયા જેવડી મોટી ઈચ્છાઓને સપનાઓ સૌ કોઇના તે કર્યા પૂરા. 

હવે નાનકડા ખાબોચિયા જેટલા સપનાઓ તારા પણ કરને પૂરા.


કરી જો હિંમત ના પાડવાની તું પણ એક વાર.

જીવી જો મૃત્યુ પહેલાં તને ગમતું કરી એક વાર ! 


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational