STORYMIRROR

Chaitanya Joshi

Classics

3  

Chaitanya Joshi

Classics

ના મળ્યા હરિ..!

ના મળ્યા હરિ..!

1 min
26.4K


ભજન કીર્તન રાતદિવસ કર્યા ના મળ્યા હરિ.

તીર્થ ધામમાં જઈજઈને ફર્યા ના મળ્યા હરિ.


આરતી, સ્તુતિ, સ્તવનો રાગરાગિણીમાં ગાયાં,

છપ્પનભોગ ભાવે હરિને ધર્યા ના મળ્યા હરિ.


યજ્ઞ હોમ હવન વિધિવત્ કરી રીઝવવા બેઠો,

દાનપુણ્યે નામ કૈંક બોલાવ્યાં ના મળ્યા હરિ.


ફંડફાળા આપીને એના મકસદ સૌ પૂરા કર્યા,

કથાશ્રવણે પ્રભુને આવકાર્યા ના મળ્યા હરિ.


ને આખરે હારી હિંમત બુભુક્ષિતાઃને સંતોષ્યા,

ખડખડાટ હસતા કોણ કહેશે? ના મળ્યા હરિ..!


Rate this content
Log in

Similar gujarati poem from Classics