ના કર
ના કર
સંબંધોમાં ઊભી ગેરસમજની દીવાલ ના કર,
આમ પોતાના લોકોને પારકા સમજવાની ભૂલ ના કર,
કારણ વગર ઊભી સંબંધમાં દૂરી ના કર,
નાની અમથી વાતમાં રાઈનો પહાડ ના કર,
સમજણના સૂરજ આગળ, ગેરસમજનું આડું વાદળું ના કર,
સ્પષ્ટ શબ્દોમાં વાત કર, આમ વાતને ગોળ ગોળ ફેરવ્યા ના કર,
આમ પોતાના જ લોકો વચ્ચે ઊભી ગેરસમજની દીવાલ ના કર,
ભૂતકાળમાં કરેલી ભૂલોને આમ યાદ કર્યા ના કર,
સમજણની સોયથી સીવી લે, આ સંબંધોની ચાદર,નાહકની ગેરસમજ ઊભી ના કર,
મળી જશે સંબંધોમાં જ સુકુંન, આમ પારકાઓમાં એ શોધ્યા ના કર,
તારા છે તારા જ રહેશે, આમ સંબંધોમાં વટ ને અહંકાર ના કર,
વહી જશે સમય કદી થંભશે નહિ, આડીતેડી વાતોમાં સમય બરબાદ ના કર.
