STORYMIRROR

Kiran piyush shah "kajal"

Abstract

3  

Kiran piyush shah "kajal"

Abstract

ના બને

ના બને

1 min
176

ધારણાઓથી જ અવસર ના બને

રોજ પથ્થર એમ ઈશ્વર ના બને,


સાવ ઝાંખી ભાત દેખાઈ હતી,

સ્હેજ પીળું આજ હળદર ના બને,


હાથ લંબાવ્યો હતો એણે અહીં,

એ મદદ એથી જ વળતર ના બને,


શુદ્ધતાની ખાતરી આપી અહીં

શુદ્ધ સોને એમ જડતર ના બને,


નામ આપી શું કરું એ બોલશો ?

એ વિના કોઈ જ જીવતર ના બને,


ખૂબ શમણાં એ બતાવીને ગયો,

આંખ કોરી જ્યાં બની ઘર ના બને,


એ નથી શમણું રહ્યું એ સમજ,

ટીસ હૈયે ઊઠી ગળતર ના બને.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract