ન વિસરાય કદી...
ન વિસરાય કદી...


વાત કરીએ શું મહાન આત્માની,
શબ્દો પડે ઓછા એવી,
અનોખી છે તમારી જીવન કહાની,
કદી ન વિસરાશે અનોખાં બાપુ !
વતન એમનું પોરબંદર ગામને,
જનમ્યો એક ગુજરાતી,
નાનકડો એ મોહનની વાત નિરાલી,
કદી ન વિસરાશે અનોખાં બાપુ !
દેશભરના તો ગાંધીબાપુ કહેવાયાં,
રાષ્ટ્રપિતાનાં નામે છવાયા.
સૌને વ્હાલાં પૈસા પર બિરદાવ્યા,
કદી ન વિસરાશે અનોખાં બાપુ !
હતા ભલે રાજકારણી ને વકીલ,
જીવન તો વતનને સમર્પિત,
દેશભરને અંગ્રેજોથી છોડાવ્યા,
કદી ન વિસરાશે અનોખાં બાપુ !
દાંડીકૂચની શરૂ કરી સફરને,
સત્યાગ્રહની લડી લડત,
સ્વદેશી વસ્તુઓને આપ્યું સ્થાન,
કદી ન વિસરાશે અનોખાં બાપુ !
અહિંસાને સત્યનું શસ્ત્ર લઈ,
ઘુમ્યાએ આખું હિંદુસ્તાન,
આઝાદ ભારતને મળ્યું આગવું સ્થાન,
કદી ન વિસરાશે અનોખાં બાપુ !
રેંટિયોથી થતાં કામને આગળ,
ધપાવે ગાંધીઆશ્રમ આજ,
દેશભરના પિતા બન્યાં સદાકાળ,
કદી ન વિસરાશે અનોખાં બાપુ !
આવાં બાપુ ફરી મળશે નહીં,
દેશ કાજે ગોળી ખાનાર,
સત્યાગ્રહી બાપુ કદી ભુલાશે નહીં,
કદી ન વિસરાશે અનોખાં બાપુ !