STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

4  

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

મૂકો તમે પૂર્ણવિરામ.

મૂકો તમે પૂર્ણવિરામ.

1 min
355

મૃત્યુ એ નથી પૂર્ણવિરામ, એ છે અલ્પવિરામ,

મૃત્યુ પછી અમર રહેવા જગમાં, કરો અદભુત કામ.


વાદવિવાદ થાય સંબંધોમાં,ત્યારે સંબંધોને ટકાવી રાખવા,

વાદવિવાદ પર મૂકો તમે પૂર્ણવિરામ.


સત્તા મળે જ્યારે તમને દુનિયામાં, સદુપયોગ કરો,

લાલચ પર મૂકો તમે પૂર્ણવિરામ.


ઝગડો થાય જ્યારે પરિવારમાં, ત્યારે તૂટતો બચાવવા પરિવાર,

ગુસ્સા પર મૂકો તમે પૂર્ણવિરામ.


કોઈ લગાડે જ્યારે તમારા પર જૂઠા આક્ષેપો, શાંતિ જાળવવા તમે,

ક્રોધ પર મૂકો તમે પૂર્ણવિરામ.


આ દુનિયામાંથી કઈ સાથે લઈ જવાનું નથી,

ફક્ત સાથે આવશે સારા કામ,

વધારે પડતી મોહમાયા પર મૂકો તમે પૂર્ણવિરામ.


પાણી અને વાણી પાળ તોડે ત્યારે સર્જે જાજી આફત,

વાત વાતમાં કોઈ વીફરે ત્યારે વાણી પર મૂકો તમે પૂર્ણવિરામ.


વધારે પડતાં વિચારો ના કરો, મગજને આપો આરામ,

પામવા સૂકુંન અને શાંતિ વધારે પડતા વિચારો પર મૂકો તમે પૂર્ણવિરામ.


ઈશ્વર સાથે એક્યતા સાધવા,લોભ,લાલચ,

નફરત,ઈર્ષ્યા, અદેખાઈ પર મૂકો તમે પૂર્ણવિરામ.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational