STORYMIRROR

VARSHA PRAJAPATI

Inspirational

4  

VARSHA PRAJAPATI

Inspirational

મુલાકાત

મુલાકાત

1 min
307

ગઈ હતી આજ હું એવી દુનિયામાં,

થઈ મુલાકાત મને મારા જ સ્વજનની.


એની સાથેની મારી મુલાકાત એવી હતી,

આંખ અને પાંપણની જાણે જુગલબંદી હતી.


નખશિખ મારા જેવીજ એ દેખાતી હતી,

આરસી અમારી સામ્યતાની ચાડી ખાતી હતી.


પાણી અને પરપોટા જેવી ગાઢ દોસ્તી હતી,

જાણે એકમેકના સહઅસ્તિત્વની આરસી હતી.


દુનિયા સાથે તો હું સદા ઓનલાઈન હતી,

પણ ખુદની સાથે તો સદા ઓફલાઇન હતી.


નિજને મળવાની પણ આજે એક મજા હતી,

સ્થિતપ્રજ્ઞને પામવાની જાણે શરૂઆત હતી.


ભલે મળ્યાં સ્વજનોની આડમાં અમે બેઉ,

'વર્ષા'ની એની સાથેની મુલાકાત યાદગાર હતી.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational