મુજરા કૌભાંડ ઘાટે ઘાટે
મુજરા કૌભાંડ ઘાટે ઘાટે
પાટી પેન લઈ સ્કૂલે જેઓ નથી ગયા
તેઓ ભણતરની પેઢીઓ ખોલી ગયા
સીએજીને ગણત્રીમાં કૌડ હાથ લાગે
એક થી અનેક છે કૌમ્ભંડ ઘાટે ઘાટે
એક ના બે, બેના ચાર,ચાર ના ચાલીસ
સરવાળે શેષના મુજરે કૌમ્ભંડ ઘાટે ઘાટે
ટોપી ઝાભ્ભો ને ધોતિયુ અનશને બેસે
ઉછીના જ્ઞાને જનમતી કૌમ્ભંડ ઘાટે ઘાટે
પ્રશ્ન, ત્યાં ટોળાને લાગ્યું કયું બ્રહ્મ જ્ઞ્યાન ?
સૌ ઐસો ભેગો ઐસોના કૌમ્ભંડ ઘાટે ઘાટે
અર્થો ગુલામી નોંતરે છે શબ્દોના દરબારે
વંશના વંશજોનાં અહીં કૌમ્ભંડ ઘાટે ઘાટે
સફરમાં હમસફર એક બીજાથી ઘર ઘર રમે
સરવાળે નિત નવા ઘરનાં કૌમ્ભંડ ઘાટે ઘાટે