મુજને તક મળે
મુજને તક મળે
જો તું જિંદગીમાં મળી જાય તો મુજને,
તારી સાથે નજર મેળવવાની તક મળે,
તારી પાંપણોના ઈશારા સમજીને મુજને,
તારા પ્રેમની ભાષા સમજવાની તક મળે.
જો તું દરેક ક્ષણે મારી સાથે રહે તો મુજને,
સૂનકાર ભરેલી જિંદગીમાં તારો સહારો મળે,
તારા સપનાનો તાજ મહેલ બનાવી મુજને,
તારા પ્રેમની મહેફિલ સજાવવાની તક મળે.
જો તું મારા દિલમાં સમાઈ જાય તો મુજને,
ચંદ્રને પણ શરમાવવાની અનોખી તક મળે,
તારી સુંદર ચહેરાના મોહમાં ડૂબીને મુજને,
તારા પ્રેમની મદહોશીમાં બનવાની તક મળે.
જો આયનો આપણને સાથે જોવે તો મુજને,
આયનો પણ તૂટીને નીચે પડતો જોવા મળે,
ખુદા ઈર્ષા કરીને મુજને બોલાવીલે તો "મુરલી",
મારા કફન પર તારો પડછાયો જોવાની તક મળે.

