Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dhanjibhai gadhiya "murali"

Drama Romance

3  

Dhanjibhai gadhiya "murali"

Drama Romance

મુજને કદી ભૂલતી નહીં

મુજને કદી ભૂલતી નહીં

1 min
8


વસંતની વિદાય ભલે થાય હવે, 

તું મારા પ્રેમની મહેકને ભૂલતી નહીં,

રોમ રોમ લહેરાતી રાખીશ તુજને,

પાનખરની બીક મનમાં રાખતી નહીં,


ગ્રીષ્મનું આગમન ભલે થાય હવે,

તું ગ્રીષ્મના તાપથી ઘાયલ બનતી નહીં,

પ્રેમની શીતળતામાં રાખીશ તુજને,

મીઠી નિદ્રા માણવાનું ભૂલતી નહીં,


સરોવર-સરિતા ભલે સૂકાય હવે,

તું પ્રેમ સાગરમાં ભીંજાવવાનું ભૂલતી નહીં,

પ્રેમના તરંગોથી તરબતર કરીશ તુજને,

મુજથી દૂર રહેવાનું વિચારતી નહીં,


વાદળોની ગર્જના ભલે થાય હવે,

તું વીજળીના ચમકારાથી દાઝતી નહીં,

પ્રેમનો મેઘ મલ્હાર વરસાવીશે "મુરલી",

લાગણીમાં વહેવાનું કદી ભૂલતી નહીં.


Rate this content
Log in

Similar gujarati poem from Drama