મથામણ
મથામણ
અધરને હવે તો જકડવું પડે છે,
પકડવા બગાસું રખડવું પડે છે.
નજરમાં તમારી છે કામણ અનોખું,
બની મોર મારે સમજવું પડે છે.
ઘણીવાર એવા સવાલો કરો છો,
જવાબોને મારા કકડવું પડે છે.
તમે ઢીલ આપી અતિશય પછી તો,
ગલીમાં તમારી ભટકવું પડે છે.
ભલે કલ્પ તું ના કહે છે છતાં પણ,
શરમ કાજ મારે અટકવું પડે છે.

