STORYMIRROR

Darshan Maiyani

Romance

4  

Darshan Maiyani

Romance

મસ્તીમાં જીવતા ગયો

મસ્તીમાં જીવતા ગયો

1 min
296

જિંદગીની સફરને હું હસતા હસતા કાપતો ગયો,

રસ્તે ઘણી ખુશીઓ વેરાયેલી હતી, તેને વિણતો ગયો.


મુરઝાયા પછી પણ મારી સુવાસની ચર્ચા છે અહીં,

વસંત તો શું, હું તો પાનખરમાં પણ ખીલતો ગયો.


ઉંચાઈએ રહેવાનો મને મોહ જરા પણ નથી દોસ્તો,

હું એ તારો છું જે બીજાની ઈચ્છા પુરવા ખરતો ગયો.


સમય સાથે સમજાયું નથી મળતી ખુશીઓ જ હમેશા,

ખુશ રહેવા દુઃખને પણ હસીને માણતા શીખતો ગયો.


આ મુસ્કાન જોઈ એમ ન માનતા કે રડયો નથી હું ક્યારેય,

પણ આંસુઓની શ્યાહી બનાવી શબ્દોમાં વ્યથા લખતો ગયો.


Rate this content
Log in

Similar gujarati poem from Romance