STORYMIRROR

Shaurya Parmar

Classics Drama

3  

Shaurya Parmar

Classics Drama

મોટા અમે થઈ ગયા

મોટા અમે થઈ ગયા

1 min
14K




કિટ્ટા બુચ્ચા કરતા કરતા,

મોટા અમે થઈ ગયા,

મિત્રો સાથે રમતા રમતા,

મોટા અમે થઈ ગયા,


સાંજ સવારે હરતા ફરતા,

મોટા અમે થઈ ગયા,

ભૂતપ્રેતથી ડરતા ડરતા,

મોટા અમે થઈ ગયા,


ભણતી વખતે મરતા મરતા,

મોટા અમે થઈ ગયા,

નાસ્તાથી ખીસું ભરતા ભરતા,

મોટા અમે થઈ ગયા,


શિયાળામાં ઠરતા ઠરતા,

મોટા અમે થઈ ગયા,

ચોમાસામાં તરતા તરતા,

મોટા અમે થઈ ગયા,


ઉનાળામાં બરતા બરતા,

મોટા અમે થઈ ગયા,

ચકલીએ મોં ધરતા ધરતા,

મોટા અમે થઈ ગયા.


Rate this content
Log in

Similar gujarati poem from Classics