STORYMIRROR

Jivatiben Bachubhai Pipaliya

Fantasy Inspirational

4  

Jivatiben Bachubhai Pipaliya

Fantasy Inspirational

મોત નહીં બલિદાન છે

મોત નહીં બલિદાન છે

1 min
303

ત્રિરંગો, મારી આન, બાન ને શાન છે, 

હું ભારતનો બાળ, મને એનું અભિમાન છે.


મોટો થઈને સૈનિક બનવાનો, દ્રઢ સંકલ્પ મારો,

દુશ્મન દળને વીંધી નાખું, તનમાં એવું તાન છે.


માતા - પિતા, ભાઈ - બહેન, પુત્ર ને પરિવાર,

સગપણ સૌ છોડી દીધાં, ભારતી મુજ જાન છે.


આફત,આંધી આવે છોને, કદમ પડે ના પાછા,

લડતાં લડતાં મોત મળે, મોત નહીં બલિદાન છે.


બેકારી તો શ્રાપ છે ભાઈ, મળે રોજગાર સૌને,

આત્મનિર્ભર ભારત બને, ઉરમાં એવું ગાન છે.


આત્મ વિશ્વાસનો ઘારક બની, દ્વારે સિદ્ધિ લાવું,

નૈરાશ્ય તો ઘોર અંધારું! એનું મને ભાન છે.


હું ગુજરાતી, તું પંજાબી; ભેદ આવા ના કરતો,

સંકુચિત દ્રષ્ટિ, ઊંડી ખાઈ; એનું મને જ્ઞાન છે.


પ્રાંતવાદ ને ભાષાભેદથી, મારે નથી પીડાવું,

વિવિધતામાં એકતા એ ભારતની પહેચાન છે.


આઝાદી ખતરામાં પડે, કામ એવા ના કરવા,

વિશ્વગુરુ ભારત માટે, જાન પણ કુરબાન છે.


હર ઘર ને ઑફિસ, શાળા ત્રિરંગો ફરકાવશું,

અમૃત મહોત્સવ આઝાદીનો એનું સ્વાભિમાન છે.


મિત્રો સાથે લઈ ત્રિરંગો રંગો, ઘર ઘર જવાનો,

દેશદાઝ જાગે સૌમાં, મોદી, સાહેબનું આહ્વાન છે.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy