મોસમ દિલની
મોસમ દિલની
રસમ તો કુદરતે પણ નિભાવવાની હતી,
પાનખર પછીજ વસંત લાવવાની હતી,
માણી હતી મનભરી આ સૂકા પર્ણોએ,
ખરીને પ્રેમભરી મોસમ આપવાની હતી,
મહેંકે ઋતુરાજ જો ફૂટી નીકળી કૂંપળો,
ગુલોથી લચીલી ડાળી સજાવવાની હતી,
રાહ જોવે પ્રિયતમ જેમ પરબીડિયાની,
વાત શબ્દોમાં અહેસાસ પામવાની હતી,
હૈયે ભર્યો પ્રેમ અને સુવાસ દિલની ભરી,
લહેરાતી વાસંતી ગઝલ આવવાની હતી.

