Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Nana Mohammedamin

Tragedy Inspirational Others

4.6  

Nana Mohammedamin

Tragedy Inspirational Others

મોંઘવારી

મોંઘવારી

1 min
491


નડતી નથી મોંઘવારી એવાં વર્ગને,

કે જેમની આવક છે લાખોમાં,

પણ હજારોવાળાની વિસાત શું ? 

અહીં તો બધું જ ઊડી જાય છે બસ વાતો વાતોમાં.


વાતો ક્યાં થાય પ્લેનમાં ઊડવાની ?

માત્ર હોય મંજૂરી, બસ સપનું જોઈ લેવાની,

બાકી ભરોસો નથી કોઈને કોઈનો હવે,

હોય એ વિજય માલ્યા કે પછી હોય એ અંબાણી.


ગૅસ ને પેટ્રોલ ઇંધણનો કકળાટ વધુ,

રોજે રોજ એનાં ભાવ વધુ,

કેમ કરી આવક - જાવકનો મેળ બેસાડે ?

હવે તો રોજે - રોજ આ ને આ મોકણનો ભાર વધુ.


ખાવાને શેર ભાજી ને શેર લોહી બાળવાનું,

રૂપિયા ૧૦૦ની નોટમાં બધું શાક લાવવાનું,

પૂરા ત્રણ દિવસ પણ નહીં ચાલે વપરાશમાં,

આમ ને આમ તો કંઈ કેટલાય દિવસ પોષાવાનું ?


આવકનાં ત્રણ આંકડાનો તો કસ નીકળી જાય,

બાકી રહેલું એટલું પણ ક્યાંક ખોવાઈ જાય,

શું હિસાબ મળે 'નાના'ને આજે એનાં ખર્ચાનો,

હવે તો બેન્કમાં મૂકેલી એફ.ડી. પણ તૂટી જાય.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy