મોકો શોધી લઈએ.
મોકો શોધી લઈએ.
વસંતમાં તો ખીલી જશે ફૂલો આમ જ,
ચાલ ને પતઝડમાં પણ બાગને મહેકાવવા નો,
મોકો શોધી લઈએ.
લડવા ઝઘડવાના કારણો તો ઘણા મળશે,
ચાલને ભેગા મળી જીવનના ઉત્સવને મનાવવાનો,
મોકો શોધી લઈએ.
બાગે તો ખીલી ફૂલો મહેકાવી જાણે,
ચાલને રણને મહેકાવવાનો,
મોકો શોધી લઈએ.
પોતાનાને તો સૌ કોઈ ચાહે.
પણ પારકાને ચાહવાની મજા માણી લઈએ,
કોઈ અનાથનું જીવન સંવરાવાનો,
મોકો શોધી લઈએ.
ઊગતા સૂરજની પૂજા તો સૌ કરે.
ચાલને આથમતા સૂરજને પણ માણી લઈએ,
નિષ્ફળતાથી હતાશ થયેલા હૈયાને
થોડો સધિયારો આપવાનો મોકો શોધી લઈએ.
