STORYMIRROR

Dhanjibhai gadhiya "murali"

Abstract Romance

3  

Dhanjibhai gadhiya "murali"

Abstract Romance

મોહિની

મોહિની

1 min
234

માધુરી મૂરતની મધુમતી તુજને, 

મધુબનમાં ત્ ત્ થૈ નાચતી જોઈ,

અચાનક મુજ પર નજર પડીને,

નજરથી મુજને ઘાયલ કરી ગઈ,

 

તારા લહેરાતા કેશની વેણીથી,

મારા મન મંદિરને મહેકાવી ગઈ,

મહેકને મારા શ્ચાસમાં ઉતરીને,

દિલમાં પ્રેમનો ઘંટારવ કરી ગઈ,


છૂમ છનનનન ઝાંઝરના નાદથી,

રોમ રોમ મસ્તીમાં લહેરાવી ગઈ,

મુજ પર યૌવનનો જાદુ ચલાવી,

મદહોશીમાં મુજને ડૂબાડી ગઈ,


તારા મોહિની સ્વરૂપથી તે મુજને,

મોહના જાદુથી ભાન ભૂલાવી ગઈ,

માયાનગરીનો મહેમાન બનાવીને,

મુજને મોહની જામ પીવડાવી ગઈ,


તારા મોહક રૂપમાં વશ કરી મુજને, 

પ્રેમના મોહનો નઝારો દેખાડી ગઈ, 

તારા મોહની માયા લગાડી "મુરલી" 

તું મારા દિલની મોહીની બની ગઈ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract