STORYMIRROR

Masum Modasvi

Inspirational

2  

Masum Modasvi

Inspirational

મોઘમ ઈશારા

મોઘમ ઈશારા

1 min
13.7K


મોઘમ ઈશારા આંખના મનને છળી રહ્યા,

સપના ભરેલા મુખના ભાવો કળી રહ્યા.

નિરખી તમારી ચાલની હરકત અજીબતર,

આંખે જગેલી દીલનાં તાલે ઢળી રહ્યા. 

યાદે મઢેલા ભાવની અરમાં ભરી લગન,

ચાહત ચહેલી પામવા સપનાં તરી રહ્યા. 

ચલતા રહ્યાં છે રાહમાં પગલાં ગણી ગણી,

તેના પ્રમાણે લાગતા અંતર કળી રહ્યા. 

હેતે ભરેલા ભાવ લઈ આવી મળો હવે,

દેખો હવે તો યાદમાં પણ સળ પડી રહ્યા. 

કારણ બનેલા બોજને આવી ખતમ કરો,

સરતી મિલનની આશની પળ પળ ગણી રહ્યા. 

ભીતર વધેલી તાણમાં માસૂમ ગમે નહીં, 

તનહા પડીને એકલાં આંહો ભરી રહ્યા.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational