મોબાઈલ
મોબાઈલ
એકાંતની ભાષા કોણ સમજે,
માનવ થયો મોબાઈલ મહી,
જીવન નું હરેક પાસુ વાંચે, પણ સમજે નહિ,
માનવ થયો મોબાઈલ મહી.
જાણે વેદોનું જ્ઞાન મારામાં લો બેટરી થાય તેટલું ,
માનવ થયો મોબાઈલ મહી,
હળીમળીને રહેતો, બન્યો મશીન,
માનવ થયો મોબાઈલ મહી.
ભાન ભુલીયો બીજામા, અળગો થયો પોતાનાથી,
માનવ થયો મોબાઈલ મહી,
પ્રેમની આહટ ભુલી, રીંગટોનમાં મશગૂલ થયો ,
માનવ થયો મોબાઈલ મહી
મોબાઇલની મૌનભાષાના પ્રેમથી,
વિમુખ થયો સાચા પ્રેમથી
માનવ થયો મોબાઈલ મહી.