STORYMIRROR

Ramesh Patel (Aakashdeep)

Inspirational

3  

Ramesh Patel (Aakashdeep)

Inspirational

મંથન

મંથન

1 min
229

મંથન– 


પ્રભુનું સર્જન પ્યારા માનવ

કુદરત કરિશ્મા અનુપમ

માનવ દેહ છે દેવથી મોટો

પૂર્ણ  પરમાત્મા   સંગમ

 

આર્ત– રૌદ્ર ધ્યાનના બંધન તૂટે,

આત્મા જ્ઞાન થકી વિતરાગી

જ્ઞાન દીપ સત્સંગની જ્યોતિ,

પરમ   પદ   અનુરાગી

 

અનંત સફરો જીવે કીધી,

અનાદિ સમય ચક્રની સાથે

અદ્વૈત અનુભવે ,તૂટશે આવરણ,

ક્ષણમાં કર્મનાં બંધન ભાગે

 

જ્ઞાન માર્ગે ભક્તિથી ચાલો,

હરિરસ હરશે ભવ બંધન

અંતર દર્શન નીજ રૂપનાં

મોક્ષ   માર્ગનાં    મંથન

પામશો પરમ સનાતન દર્શન(૨)

રમેશ પટેલ(આકાશદીપ)


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational