STORYMIRROR

Kalpesh Vyas

Romance

4  

Kalpesh Vyas

Romance

મનનું પતંગિયું

મનનું પતંગિયું

1 min
470


તેણીનાં ગુલાબની પાંખડીસમા લાલ હોઠ, 

અને કેટલાક શમણાં ભરેલી બેય આંખો,

જાણે તેના મનના કોશેટામાં વસેલા,

પ્રેમના નિર્દોષ પતંગિયાને આપે છે પાંખો,


તેણીની આંખેથી છલકાતા રંગીન ટીપાં,

પાંખો પર સરસ મજાના ટપકાં બનાવે છે,

તેણીનાં હ્રદયનાં પ્રેમના પુષ્પની પમરાટ,

જાણે પ્રેમના પતંગિયાને દિવાનો બનાવે છે,


તેણીના કપકપાતા નાજુક લાલ હોઠ,

જાણે અનેરુ વલોપાત કરી રહયા છે,

મનના આતુર થયેલા પતંગિયાને જાણે,

રસપાન કાજે આમંત્રિત કરી રહ્યા છે !



Rate this content
Log in

Similar gujarati poem from Romance