STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

3  

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

મનનો કિલ્લો તું મજબૂત રાખજે

મનનો કિલ્લો તું મજબૂત રાખજે

1 min
26

તારો મનનો કિલ્લો તું મજબૂત રાખજે,

પ્રવેશી ના શકે કોઈ નિરાશાનું લશ્કર,

એવો સખત પહેરો રાખજે.


હુમલો ના કરી શકે કોઈ નફરતની તલવારથી,

સામનો કરવા તું એનો હિંમતનો ભાલો સાથ રાખજે.


કોઈ ઘાયલ ના કરે તારું હૈયું, કડવા શબ્દોના ઝેરથી,

માટે કિલ્લા ફરતું પ્રેમનું કવચ તું રાખજે.


ઉદાસીની બંદૂક તને ઘાયલ ના કરી શકે,

માટે આનંદ રૂપી તીર ,કમાનમાં રાખજે.


નકારાત્મક વિચારો પ્રવેશી ના શકે તારા હૈયાના કિલ્લે,

માટે હકારાત્મક વિચારોનું તું લશ્કર રાખજે.


કોઈના કડવા શબ્દો તારા મન પર કબજો ના કરી શકે માટે,

આસ્થા રૂપી હથિયાર તું રાખજે.


મનનો કિલ્લો તારો તું ખૂબ મજબૂત રાખજે,

કોઈ તોડી ના શકે માટે હૈયે હામ તું રાખજે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational