મનનો અભરખો
મનનો અભરખો


કોરી ખાતો એક દિલનો ખૂણો,
કંઈ કરી જાણવાનો મારો મનખો,
બસ મને આપે સદાય આનંદ,
એવું કંઈ કરવાનો હતો ચસ્કો !!
પ્રેરણા કે પ્રેરક તો ન જાણતો,
બસ મનમાં વસેલો અભરખો,
એક તમન્ના કે હું પણ કંઈ લખું,
એક મારી દોસ્ત આપ્યો નુસખો !!
ટાઇમપાસ માટે વાંચન કરતો,
મળ્યો જીવનનો પ્રાણ અમસ્તો,
લખતાં વિહરતાં પહોંચવું ક્યાં,
એની ક્યાં ખબર હતી મનમાં !!
મારો કુદરત પ્રેરણારૂપ બન્યો,
શબ્દોને સમયનો સાથ મળ્યો,
વાચકો સંગ શિખરે પહોંચવું,
ગગનને ચુમવું છે સચ્ચાઈમાં !!