Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Rekha Shukla

Drama Inspirational

3  

Rekha Shukla

Drama Inspirational

મણકા

મણકા

1 min
243


વાહ બોલો શબ્દના રણકા ઉપર,

આવશે મારો સમય દશકા ઉપર,


અક્ષરો લશ્કર લઈને આવશે,

ટેકવી છે મેં કલમ કક્કા ઉપર,


કોમના આ નામ પર લડતું જગત,

રામનો હક લાગશે મક્કા ઉપર ?


આ જગતમાં પીર શું ને મીર શું ?

જિંદગી તો મેં ભજી મણકા ઉપર,


માનવી સાથે ઝઘડતો માનવી,

રોટલીના આવડાં કટકા ઉપર,


વેચવાને દૂધ ગોપી નીકળે 

દાણ કાનો માંગતો મટકા ઉપર,


હાથ મારો તું પકડ કોને કહું ?

હું ઊભો છું આજ આ ધક્કા ઉપર,


ચાલને ચોપાટ જીવનની રમું,

શ્વાસ મૂકું દાવમાં લટકા ઉપર,


દિલ તને આરામ ક્યાં મળશે હવે,

હાંફતી'તી ધડકનો ફડકા ઉપર,


બારસાખે વાગશે ઠોકર જરા,

છોડવાનું થાય ઘર છણકા ઉપર,


છે 'કજલ' રાજા નગરનો તે છતાં,

છાપ રાણીની હતી સિક્કા ઉપર.


Rate this content
Log in

Similar gujarati poem from Drama