મનની મુરાદો હકીકતોથી દૂર
મનની મુરાદો હકીકતોથી દૂર
નદી ભોગવે કિનારા બે પાણીએ તડ ન મળે,
પવન દિશામાં દોડે પગલાં છતાં નિશાન ન કળે.
દેખાય નજરે બે કિનારા વચ્ચેનું પૂર સફરે,
આ' પાર' સુકો ભટ્ઠ ઓલી પાર ભીનાશ ઉભરે.
ભીનાશે ગુમાવું ગરમ હુંફાળું તપવાનું તાપણે,
વેઢારૂ ઉખાણું ને જોખમ ડૂબવાનું મઝધારે.
મોઝે હલક ડોલક નાવ હલેસાં નૂર ગુમાવે,
તરસી હકીકતોથી દૂર મુરાદો મધ દરિયે.
છે સફર ઉલટ પુલટ વહે ને ઉછળે નાવ તરંગે,
દરિયો શું જાણે ? અણધાર્યા માર પવન સપાટે.
