મનની મથામણ
મનની મથામણ
ઉજાસને પામવા,અંધારાને હળસેલ્યા કરું,
આમ રોજ મન સાથે મથામણ કર્યા કરું,
વસંતને પામવા,રોજ સૂકા પાનની જેમ ખર્યા કરું,
રોજ મન સાથે મથામણ કર્યા કરું,
સંતોષની ચાદર ફેંકી, લાલચના પવનથી ફર ફર્યા કરું,
વધુ મેળવવાની લાલચમાં,જે મળ્યું એ ગુમાવ્યા કરું છું,
રોજ મન સાથે મથામણ કર્યા કરું છું,
ગાડી બંગલાના મોહમાં, હરીફાઈમાં ઉતર્યા કરું છું,
લીલી વાડી છોડી મૃગજળની પાછળ દોડ્યા કરું છું,
રોજ મન સાથે મથામણ કર્યા કરું છું,
પડછાયા પાછળ શ્વાસોશ્વાસના તીરને વેડફ્યા કરું છું,
એમ જિંદગાની મારી ખતમ કર્યા કરું છું,
દુનિયા પર રાજ કરવાના મોહમાં,
જાતથી અલગ થઈ તડપ્યા કરું છું,
આત્માને ભૂખ્યો રાખી,
શરીરની ભૂખ સંતોષ્યા કરું છું,
પ્રકૃતિ પર રાજ કરી ખુદને સર્વસ્વ સમજ્યા કરું છું,
મારી જ ભૂલોની સજા હું ભોગવ્યા કરું છું,
જાણે દુનિયાભરની સંપતિ સાથે આવવાની હોય,
એમ બધું ભેગું કર્યા કરૂ છું,
મારી જાતને એ માટે સમર્પિત કર્યા કરું છું,
એ ભૂલ હું રોજ કર્યા કરૂ છું,
રોજ અંત વગરની અવિરત મથામણ કર્યા કરૂ છું,
ખોટી દિશામાં પ્રવાસ હું કર્યા કરૂ છું.
