Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Meenaz Vasaya. "મૌસમી"

Drama

3  

Meenaz Vasaya. "મૌસમી"

Drama

મનની કૂખે જન્મી આ કવિતા

મનની કૂખે જન્મી આ કવિતા

1 min
200


મનની કૂખે જન્મ્યા શબ્દો.

આપ્યું કવિતા મે એને નામ.

હૃદયના ભાવોને વ્યક્ત કરે આ કવિતા.

વેદનાને વાચા આપે આ કવિતા.

ઉરની ઊર્મિ ઓને શબ્દોમાં ઢાળે આ કવિતા.


નીત નવા વિચારો સમાજને આપે,

આ કવિતા.

કવિના અંતરની ઊર્મિને શબ્દોનો,

દેહ આપે એક કવિતા.


એક કવિનું માનસ સંતાન,

આ કવિતા.

આકાશનું ધરતી સાથે મિલન કરાવે,

આ કવિતા.


સ્વર્ગને પણ કાગળ પર ઉતરે,

આ કવિતા.

વગર વાહને માઈલોની સફર કરાવે,

આ કવિતા.


અણમોલ પ્રકૃતિના દીદારની ઝંખના જગાડે,

આ કવિતા.

સંવેદનાઓને જીવંત બનાવે

આ કવિતા.


કવિના હૃદયનો ઓટોગ્રાફ છે

આ કવિતા.

સાહિત્યના બાગમાં,

મોગરો બની મહેકે આ કવિતા.

બસ મારા હૈયે બરફ જેવી ઠંડક આપે આ કવિતા.


Rate this content
Log in