મનની અથડામણ
મનની અથડામણ
નથી ખબર એટલે તો આમ અથડાવું છું
સવારે શિરામણ, પછી પ્રભાતિયાં ગાઉં છું,
પેટની ભૂખ મારી સસ્તી છે, એવી વાત નથી,
મનને રાજી રાખવા મોંઘા વ્યંજન ખાઉં છું,
અંતર્મન કેટલું ઉજાળશે એની મને ખબર નથી !
તોયે રોજ પાણીમાં સુગંધ નાંખીને નહાવું છું,
કેવાં ફૂલડાં ખીલશે એની જરાયે ખબર નથી !
છોડવાઓને રોજ પાણી બિસલેરીનું પાઉં છું,
આમ તો મને પણ ખબર છે, અવગુણો મારાં !
બસ, તમારી પાસે કબૂલતાં હું થોડો શરમાવું છું.
