STORYMIRROR

SHEFALI SHAH

Drama Romance

4  

SHEFALI SHAH

Drama Romance

મનમોહક અદા

મનમોહક અદા

1 min
384

મનમોહના તારી હરેક વાત પર જાઉં વારી વારી,

એવી મનમોહક અદા તારી લાગે પ્યારી પ્યારી.


મોહક મુખડું, સૌમ્ય અવાજ ને સંમોહિત કરતી આંખો,

નીરખ્યા જ કરું તને, જ્યારે વાત કરે તું ન્યારી ન્યારી.


પાનખરમાં વસંત બનીને આવ્યો તું મારા ઉપવનમાં,

મહેંકી ઉઠી છે જિંદગી જાણે હોય ફૂલની ક્યારી ક્યારી.


મનમોહના જગથી ન્યારી તારી પ્રીત ઉપર જાઉં વારી વારી,

તારા અદભૂત સાથનો અહેસાસ આપે મનને હૈયારી હૈયારી.


* હૈયારી- હિંમત, હૈયાધારણ


Rate this content
Log in

Similar gujarati poem from Drama